કાપણી સમયે ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ :



  • સોયાબીનની કાપણી, બધા જ પાન ખરી પડે તથા શીંગો સોનેરી પીળી દેખાય તથા આખો છોડ સુકાઈ જાય તે પહેલાં કરવી.

  • કાપણી સમયે ૧૪% કરતા વધુ ભેજ ન હોવો જોઈએ.

  • સમય કરતાં વહેલી કાપણીથી નીચું ઉત્પાદન, અપરીપકવ બીજનું ઊંચુ પ્રમાણ, નીચી ગુણવત્તા તથા સંગ્રહ દરમ્યાન જીવાતથી થતુ નુકસાન વધે છે.

  • સમય કરતાં મોડી કાપણીથી દાણા ખરી પડવા, દાણા તૂટી જવાં તથા જીવાત, ઉંદર, માણસો જેવા પરિબળોથી નુકસાન થાય છે.

  • ઊંચા ભેજવાળા વાતાવરણમાં કાપણી કરવી નહી.

  • કાપણી તથા ઝૂડેલ દાણાને વરસાદ તથા ઝાકળથી બચાવવા માટે ઢાંકી દેવા.

  • કાપણી કરેલ છોડને ૮-૧૦ દિવસ સુધી ખળામાં રાખવા.

  • સીધા સૂર્યપ્રકાશ તથા વધારે પડતી સૂકવણીથી  દાણા ભાંગી જાય છે.

  • જો સમયસર દાણા છૂટા ના પાડી શકાય તો, કાપણી કરેલ છોડને છાયાવાળી જગંયાએ તથા સૂકી જગ્યાએ સંગ્રહ કરવો જેથી હવાની અવર જવર થાય તથા વધારે પડતી ગરમીથી બચાવી શકાય.

  • એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા કોથળાનો ઉપયોગ કરવો જેથી દાણાને ઓછું નુકસાન થાય.
           વધારે પડતી ઉથલપાથલ ન કરવી જેથી દાણાને ઓછું નુકસાન થાય.

  • સોયાબીનના પૅકિંગમાં જીવાત રહિત કંતાનના કોથળા વા૫૨વા.



0 comments