પાકની કાપણી સામાન્ય રીતે છોડ પીળો પડે ત્યારે તથા તેમાં ૧૪%ની આસપાસ ભેજ હોય ત્યારે કરવી.
પાકની કાપણી છોડ પીળો પડતા પહેલાં તથા ૧૪% કરતાં વધારે ભેજ હોય ત્યારે ન કરવી.
દાણા છૂટા પાડતા સમયે વધારે પડતું પછાડવું નહી જેથી બીજ તૂટી ન જાય.
દાણામાં રહેલા ભેજના અધારે થ્રેસરની સ્પીડ રાખવી.
સોયાબીનના બીજમાં ભેજ ૯% કરતાં ઓછો હોય ત્યારે ભેજ રહિત ઉંદર મુક્ત સંગ્રહ સ્થાને કરવો
સોયાબીનની કાપણી, બધા જ પાન ખરી પડે તથા શીંગો સોનેરી પીળી દેખાય તથા આખો છોડ સુકાઈ જાય તે પહેલાં કરવી.
કાપણી સમયે ૧૪% કરતા વધુ ભેજ ન હોવો જોઈએ.
સમય કરતાં વહેલી કાપણીથી નીચું ઉત્પાદન, અપરીપકવ બીજનું ઊંચુ પ્રમાણ, નીચી ગુણવત્તા તથા સંગ્રહ દરમ્યાન જીવાતથી થતુ નુકસાન વધે છે.
સમય કરતાં મોડી કાપણીથી દાણા ખરી પડવા, દાણા તૂટી જવાં તથા જીવાત, ઉંદર, માણસો જેવા પરિબળોથી નુકસાન થાય છે.
ઊંચા ભેજવાળા વાતાવરણમાં કાપણી કરવી નહી.
કાપણી તથા ઝૂડેલ દાણાને વરસાદ તથા ઝાકળથી બચાવવા માટે ઢાંકી દેવા.
કાપણી કરેલ છોડને ૮-૧૦ દિવસ સુધી ખળામાં રાખવા.
સીધા સૂર્યપ્રકાશ તથા વધારે પડતી સૂકવણીથી દાણા ભાંગી જાય છે.
જો સમયસર દાણા છૂટા ના પાડી શકાય તો, કાપણી કરેલ છોડને છાયાવાળી જગંયાએ તથા સૂકી જગ્યાએ સંગ્રહ કરવો જેથી હવાની અવર જવર થાય તથા વધારે પડતી ગરમીથી બચાવી શકાય.
એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા કોથળાનો ઉપયોગ કરવો જેથી દાણાને ઓછું નુકસાન થાય.
વધારે પડતી ઉથલપાથલ ન કરવી જેથી દાણાને ઓછું નુકસાન થાય.
19 19 19 5 ગ્રામ પ્રતિ લિટર ડાળીઓ ફાટે ત્યારે 30 થી 35 દિવસ
0 52 34 પાંચ ગ્રામ પ્રતિ લિટર ફૂલ આવે ત્યારે 40 થી 50 દિવસ
0 0 50. પાંચ ગ્રામ પ્રતિ લિટર દાણા ભરાય ત્યારે 60 થી 75 દિવસે
એક વાત યાદ રાખજો સોયાબીન બિયારણ વાવણી વખતે જમીનનું તાપમાન ૩૦ સેન્ટીગ્રેડથી ઓછું હશે તો બીજનો ઉગાવો ઓછો મળશે .30 સેન્ટિગેડ થી ઓછું તાપમાન હોય તો વાવણી ના કરો . સોયાબીનનના પાકને હુંફાળું તાપમાન માફક આવે છે . 35 સે ગ્રે થી વધુ હોય તો ઉગ્યા પછી કુમળા છોડ બળી જશે . સોયાબીનને સેન્દ્રીય ખાતર, છાણીયું ખાતર જેટલું વધારે તેટલો સારો પાક લઇ શકાશે.. જે જમીનમાં સેન્દ્રીય કાર્બન વધુ હશે તે જમીન સોયાબીન માટે સારી .
સોયાબીન કરો ત્યારે અત્યારથીજ આ વાત ફરી નોંધી લો મઘ્યમ કાળી કે ભારે કાળી નીતારવાળી જમીનમાં આ પાક સારો થાય છે. કાંપાળ, ગોરાડું કે રેતાળ સારા નીતારવાળી જમીન પાકને માફક આવે છે. પાણી ભરાઈ રહે તેવી રેચક અને ક્ષારવાળી જમીન હોય ત્યાં આ પાક થતો નથી. ૬.૦ થી ૭.૫ પીએચ. ધરાવતી જમીન માફક આવે છે. જે જમીન માં ઢાળ ન હોય અને ખેતરમાં બહુ પાણી થઇ જાય તો સોયાબીનના મુળિયા પાણીને સહન કરી શકતા નથી, સોયાબીનને ભેજ જોઈએ પણ લોંઠું પિયત નહિ, એટલે જ જો તમે સબસીડી મેળવીને ડ્રીપ લગાડો અને તેમાં ફર્ટીગેશન કરો તો તમારું ઉત્પાદન નીતારવાળી જમીનમાં ૫ થી ૧૦ મણ વધી શકે વિચાર તો કરો એક જ વર્ષમાં ડ્રીપની કીમત વસુલ કરવાની તાકાત સોયાબીન ધરાવે છે. પણ, સોયાબીનની ખેતી માટે નાની નાની ૨૦-૨૫ વાતો તમારે કરવી પડે કટોકટી અવસ્થાએ પાણી મળી જવાથી થતો ચમત્કાર ડ્રીપ કરી શકે મિત્રો.;
(૧) પાકના ઉગાવા પહેલાં : ઓકઝીકલોરફેન અથવા ફલુકલોરાલીન હેકટરદીઠ ૦.૫ કિ.ગ્રા. ક્રિયાશીલ તત્વોના રૂપમાં આપવું, તથા ૩૦ દિવસે હાથથી નીંદામણ કરવું.
(૨) જરૂરિયાત પ્રમાણે ૧૫ થી ૨૦ દિવસે પહેલું, અને ૩૦ થી ૪૦ દિવસે બીજું એમ બે વખત હાથથી નીંદામણ કરવું.