Showing posts with label નિંદામણ. Show all posts
Showing posts with label નિંદામણ. Show all posts
ચોમાસું સોયાબીન પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા ૨૦ અને ૪૦ દિવસે અનુક્રમે આંતરખેડ અને હાથથી નીંદામણ કરવું.
મજૂરો ઉપલબ્ધ ન હોય તો પ્રી – ઈમરજન્સ નીંદણનાશક દવા પેન્ડિમિથાલીન ૦.૭૫ કિ. ગ્રા./હે. છંટકાવ અને ૩૦ દિવસે હાથ નીદામણ કરવું. અથવા પોસ્ટ – ઈમરજન્સ નીંદણનાશક દવા કવીઝાલોફોપ ૫૦ ગ્રામ /હે. (હેકટરદીઠ ૫૦૦ લિટર દ્રાવણનો છંટકાવ) વાવણી બાદ ૧૫ દિવસે કરવો અને ૩૦ દિવસે હાથથી નીંદામણ કરવું. દવાની સમજણ માટે તમારા એગ્રો વાળા ને પ્રમાણ પૂછો .
સોયાબીન એ ખરીફ ઋતુમાં થતો ચોમાસુ પાક હોઈ નીંદણનો ઉપદ્રવ વધુ જોવા મળે છે જેના પરિણામે ઘણીવાર ૨૫ થી ૬૦ ટકા જેટલો ઉત્પાદનમાં ઘટાડો થવા પામે છે. તદ્ઉપરાંત મોટા ભાગે નાના અને સીમાંત ખેડૂતો માટે કરબડીથી આંતરખેડ દ્વારા નીંદણ નિયંત્રણ કરવું હિતાવહ છે. પાક-નીંદણ હરિફાઈને ધ્યાને લઈ પાકના ઉગાવાથી ૩૦ થી ૪૦ દિવસ સુધી ખેતર નીંદણમુક્ત રહે તે ખાસ જોવું જરૂરી છે. આ માટે પાકની વાવણી બાદ ૨૦ થી ૨૫ દિવસે અને ૪૦ થી ૪૫ દિવસે એમ બે વાર હાથ નીંદામણ કરવા જોઈએ.
જો ખરીફ ઋતુમાં વરસાદ ચાલુને ચાલુ રહે તો તેવા સંજોગોમાં હાથ નીંદામણ શક્ય બનતુ નથી તેથી તેવા સમયે નીંદણનાશક દવાઓનો ઉપયોગ વધુ અસરકારક જણાય છે.
પેન્ડીમેથાલીન હેટકર દીઠ ૦.૭૫૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વ પ્રિઈમરજન્સ (વાવણી બાદ ઉગાવા પહેલા) તરીકે ૫૦૦ થી ૬૦૦ લિ. પ્રવાહી પ્રમાણે છંટકાવ કરવો અથવા કિવઝાલોફોપ ઈથાઈલ ૦.૦૫૦ કિ.ગ્રા.સક્રિય તત્ત્વ પ્રતિ હેકટર પાકની વાવણી બાદ ૧૫ થી ૨૦ દિવસે ૫૦૦ થી ૬૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો.,
.png)

