સોયાબીન બહુ સારો પાક છે તેમાં ૪૦ ટકા પ્રોટીન હોય છે. આપણા શાકાહારી લોકો માટે આ ખુબ સારો પ્રોટીનનો સોર્સ છે, સોયાબીન આપણો પાક ભલે નથી પરંતુ આપણી પાસે વિવિધ પ્રકારની જમીન છે તેથી સોયાબીન ઉગાડીને રાષ્ટ્ર માટે હૂંડિયામણ રળી આપી શકીએ. ટૂંકમાં દેશ સેવા અને આપ સેવા બંને આપી શકે તેવો પાક છે સોયાબીન . તમે ગમે તે બીજ લીધું હોય આપણે સોયાબીનની સાચી ખેતી કેમ કરવી તેની વાત કરશું .તો સૌથી પહેલા જોઈએ સોયાબીન કઈ જમીનમાં સારું થાય ? ..
સોયાબીનને નીતરવાળી જમીન માફક આવે છે, ભેજ જાળવી શકે પણ રેચક ન હોય તેવી જમીનમાં તમે સોયાબીન વાવ્યું હોય તો તમે વીઘે ૨0 થી ૫૦ મણ સોયાબીન પકવી શકો .
જો તમારી જમીનનો પીએચ ૬ થી ૭.૫નો હોય તો તમારી જમીનમાં સોયાબીન સારું પાકશે પરંતુ જો ખારાશ વાળી કે રેતાળ જમીન હોય તો તમે સોયાબીનનું ઉત્પાદન વીઘે ૨0 થી ૫૦ મણ કરવું મુશ્કેલ બની શકે.

.png)