સોયાબીન સારો પાક છે .સોયાબીનની ખેતી ની સારી વાતો તમને ખબર હોય તો બીજા કરતા તમે દોઢું ઉત્પાદન લઈને સારી આવક મેળવી શકો પણ તેના માટે આપણે માહિતી નું આદાન પ્રદાન કરવું રહ્યું .ચાલો આપણે વોટ્સએપ માં સોયાબીનના ગ્રુપમાં સોયાબીનનું વધુ ઉત્પાદન લેવાની ટેકનીક બાબતે વાત કરીશું તમારા કોઈ મિત્ર સોયાબીન કરવાના હોય અને ગયા વર્ષ કરતા દોઢું ઉત્પાદના લેવું હોય તો આપણા ગ્રુપમાં જોડી દેજો. હું પ્રવીણ પટેલ આપને વોટ્સઅપના માધ્યમથી અઠવાડિયે એક વાર સોયાબીનને લગતી નાની નાની વાતો જણાવીશ જે તમે કરશો તો સોયાબીનનું ઉત્પાદન આપણે વધારી શકીશું. આપણા રાજકોટ જીલ્લામાં આપણે ગયા વર્ષ કરતા દોઢું સોયાબીન પકાવીએ તો વિચારો 920 રૂપિયાના મણ પ્રમાણે રાજકોટ જીલ્લાની આવક કેટલી વધારી શકીયે .?
Showing posts with label સોયાબીન. Show all posts
Showing posts with label સોયાબીન. Show all posts
સોયાબીનની ખેતીના ફાયદા પણ ઘણા છે જેમ કે સોયાબીન કઠોળ વર્ગનો પાક હોવાથી તે જમીનમાં નાઈટ્રોજન ઉમેરી જમીનની ફળદ્રુપતા વધારે છે. સોયાબીનનો પાક ચોમાસુ સીઝનમાં ૯૦ થી ૧૧૦ દિવસમાં થતો હોવાથી શિયાળું સિઝનમાં ઘઉં કે અન્ય પાક લઈ શકાય છે. સોયાબીનનું પ્રોસેસીંગ કરી જાત જાતની અનેક પ્રોડકટો બનાવી મૂલ્યવર્ધી કરી વધારાની આવક મેળવી શકાય છે. ચોમાસું સિઝનમાં અન્ય પાકોની સરખામણીએ સોયાબીન હેકટર દીઠ વધારે કમાણી આપતો પાક છે. સોયાબીન ટુંકા ગાળાનો તથા ઓછી ઉંચાઈ ધરાવતો પાક હોવાથી બીજા પાકોની સાથે આંતરપાક તરીકે લઈ શકાય છે.
ખેડૂતભાઈઓ,
ખેતી પાકોમાં સોયાબીનની ખેતી આપણા વિસ્તારમાં સારી થાય છે. કઠોળ વર્ગનો પ્રોટીન થી ભરપૂર સોયાબીનનો પાકના બાઝાર ભાવ પણ સારા રહે છે. જસદણના પ્રગતિશીલ ખેડૂત સ્વ. રૂડાભાઈ નાગજીભાઈ પટેલ દ્વારા સોયાબીનની ખેતી માટે સૌરાષ્ટ્રમાં સારા પ્રયાસો થયા હતા. તેમણે સોયાબીનના આપણા વિસ્તારના ખેડૂતો કરે તેવો પ્રયાસ કર્યો હતો પોતે જાતે સોયાબીનની ખેતી કરી લોકોને સોયાબીનનું પોષણ મુલ્ય સમજાવ્યું હતું. સોયાબીનમાં પ્રોટીન ભરપુર છે તદ્ઉપરાંત ૧૮ થી ૨૦% તેલ રહેલું છે. સ્વ. રૂડાભાઈ માટે સૌરાષ્ટ્ર ઋણી રહેશે. સોયાબીનને નીતરવાળી જમીન માફક આવે છે, ભેજ જાળવી શકે પણ રેચક ન હોય તેવી જમીનમાં તમે સોયાબીન વાવ્યું હોય તો તમે વીઘે ૨0 થી ૫૦ મણ સોયાબીન પકવી શકો ..જો તમારી જમીનનો પીએચ ૬ થી ૭.૫નો હોય તો તમારી જમીનમાં સોયાબીન સારું પાકશે પરંતુ જો ખારાશ વાળી કે રેતાળ જમીન હોય તો તમે સોયાબીનનું ઉત્પાદન વીઘે ૨0 થી ૫૦ મણ કરવું મુશ્કેલ બની શકે.
સોયાબીન કઠોળ વર્ગનો પાક હોવાથી તે જમીનમાં નાઈટ્રોજન ઉમેરી જમીનની ફળદ્રુપતા વધારે છે.
સોયાબીનનો પાક ચોમાસુ સીઝનમાં ૯૦ થી ૧૧૦ દિવસમાં થતો હોવાથી શિયાળું સિઝનમાં ઘઉં કે અન્ય પાક લઈ શકાય છે.
સોયાબીનનું પ્રોસેસીંગ કરી જાત જાતની અનેક પ્રોડકટો બનાવી મૂલ્યવર્ધી કરી વધારાની આવક મેળવી શકાય છે.
ચોમાસું સિઝનમાં અન્ય પાકોની સરખામણીએ સોયાબીન હેકટર દીઠ વધારે કમાણી આપતો પાક છે.
સોયાબીન ટુંકા ગાળાનો તથા ઓછી ઉંચાઈ ધરાવતો પાક હોવાથી બીજા પાકોની સાથે આંતરપાક તરીકે લઈ શકાય છે.
તમે સોયાબીન નું વાવેતર કરવાના છો તે જાણી આનંદ થયો,
આપણા સોયાબીનના ગ્રુપમાં આપણે સોયાબીનનું વધુ ઉત્પાદન લેવાની ટેકનીક બાબતે વાત કરીશું .
તમારા કોઈ મિત્રએ સોયાબીન કર્યું હોય અથવા કરવાના હોય તો અને ગયા વર્ષ કરતા તેને દોઢું ઉત્પાદના લેવું હોય તો આપણા ગ્રુપમાં જોડી દેજો.
હું પ્રવીણ પટેલ આપને ટેલીગ્રામ અને વોટ્સઅપના માધ્યમથી અઠવાડિયે એક વાર નાની નાની સોયાબીનની વાતો જણાવીશ જે તમે અપનાવીને ઉપયોગ કરશો તો સોયાબીનનું ઉત્પાદન આપણે વધારી શકીશું. આપણા રાજકોટ જીલ્લામાં આપણે ગયા વર્ષ કરતા દોઢું સોયાબીન પકાવીએ તો વિચારો રાજકોટ જીલ્લાની આવક કેટલી વધે.

.png)


