સોયાબીનને આપો સમયસર ખાતરો


સોયાબીનની વાવણી થઇ ગયા પછી  પારવણી એક અગત્યની પ્રક્રિયા છે . પરાવાણી પછી વધુ ઉત્પાદન લેવા માટે તમારે પોષણ અને સૂક્ષ્મ તત્ત્વો  આપવા વગેરે જેવી  નાની નાની ૨૦-૨૫ વાતો કરવા તૈયાર હોય તો વધુ ઉત્પાદન મળી શકે. વાવણી કરી દીધી અને ઉપજ લણવા જવું તેવું નહિ ચાલે.

ખેતી પદ્ધતિ સુધારશે તો ખેતીમાં ઉત્પાદન વધશે, તમારી જમીન, તમારું પાણી, તમારી પાસે પિયતનું કયું સાધન છે તેના આધારે અને તમે નાના નાના કેટલા સુધારા કરો છો તેના આધારે સોયાબીનનું ઉત્પાદન વીઘે ૨૫ થી ૫૦ મણ દરેક ખેડૂત ભલે ન મેળવી શકે પરંતુ ગયા વર્ષ કરતા દોઢું તો કરી શકાય ને ? ચાલો સોશિયલ મીડિયાના  માધ્યમ દ્વારા જોડાઈ ને એકબીજા માહિતીનું આદાન પ્રદાન કરી વધુ ઉપજ મેળવીને રાજકોટ જિલ્લાનું સોયાબીનનું ઉત્પાદન દોઢું કરી બતાવીયે.




0 comments