સોયાબીનની ખાધ ગુણવત્તા વિષે ઉત્પાદક તરીકે જાણી રાખો




  • સોયાબીનના દાણા તેના વજન જેટલું જ ભારોભાર પૈાષ્ટિક મૂલ્ય ધરાવે છે.
  • સોયાબીન ઉચ્ચ પ્રકારનો પ્રોટીનયુકત ખોરાક પુરો પાડે છે.
  • ગાયના દૂધની માફક સોયાબીનનું દૂધ પણ સુપાચ્ય અને ખૂબ જ પૌષ્ટિક હોય છે.
  • બીજા કોઈપણ અનાજ કરતાં વધારે એટલે કે ૪૦% પ્રોટીન, ૧૮ થી ૨૦% તેલ અને ૩૧ થી ૩૫ % કાર્બોહાઈડ્રેટ સોયાબીનના દાણામાંથી મળે છે.
  • સોયાબીનમાંથી લાયસીન નામનો અતિ મહત્વનો એમિનો એસિડ મળે છે જે ઘઉં, ચોખા, બાજરી અને મકાઈ જેવા અનાજમાં ઓછો હોય છે.
  • સોયાબીનનો લોટ અનાજના લોટ સાથે ભેળવીને ખાવાના ઉપયોગમાં લેવાથી એક ઉત્તમ આહારની ગરજ સારે છે.
  • સોયાબીનમાં રહેલ વિટામિન એન્ઝાઈમ ઉત્પન્ન કરવામાં હોજરીને મદદ કરે છે.
  • સોયાબીનના તેલમાં અતૃપ્ત સ્નેહઅમ્લ લિનોલેઈકનું પ્રમાણ ૫૧% જેટલું હોય છે જે તલના તેલમાં ૪૨% અને સીંગતેલમાં ૨૯% જેટલું હોય છે જે શરીરની ગ્રંથિઓની ક્ષમતા વધારે છે.
  • સોયાબીનમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ તત્વ રહેલ હોવાથી શરીરના હાડકાં-વાળ–નખ અને દાંતને મજબૂત બનાવે છે.

0 comments