લેસિથિન એ ખારા કરીને સોયા તેલમાંથી કુદરતી મળતા ફોસ્ફોલિપિડનું મિશ્રણ છે. લેસિથિન નાઈટ્રોજન, ફોસ્ફરસ અને ફેટી એસિડ ધરાવતો કોમ્પલેક્ષ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. ફોસ્ફાટીડીલ, કોલીન, ફોસ્ફાટીડીલ - ઈથેનોલેમાઈન અને ફોસ્ફાટીડીલ - ઈનોસીટોલ એ મુખ્ય ફોસ્ફોલિપિડઝ છે.
ફોસ્ફોલિપિડ એ કુદરતી ઈમલ્સીફાયર છે જેનો ઉપયોગ ખોરાક, પોષણયુક્ત પેદાશો, અનેક ઔદ્યોગિક ઉત્પાદનો અને પશુઆહારમાં થાય છે.
વિવિધ પ્રકારના ગ્રેડમાં ઉપલબ્ધ લેસિથિન વેપારી ધોરણે ધંધામાં તેમજ ગ્રાહકો માટે વપરાશમાં લેવાય છે. તે આછા પીળાશ પડતાથી કથ્થઈ રંગનું હોય છે. તેની કાર્યશક્તિ અને સુગંધ સુધારવા માટે તેમાં કોકો બટર અને વાસ્પતિક તેલ જેવા ખાદ્યપદાર્થો ઉમેરવામાં આવે છે.
લેસિથિનના પોષણયુક્ત ફાયદાઓ :
સોયાબીન તંદુરસ્તી માટે જરૂરી ઘણા તત્વો ધરાવે છે તે પૈકી લેસિથિન અગત્યનું છે જે નીચે દર્શાવેલ બાબતે જરૂરી ભાગ ભજવે છે.
- કોર્ડિયોવસ્કયુલર તંદુરસ્તી
- પ્રજનન અને બાળકનો વિકાસ
- ચરબીનું વહન
- શારીરિક કાર્યક્ષમતા
- કોષ થી કોષ તરફ સંદેશાવહન
- યાદશક્તિ પર અસર

.png)





