સોયાબીનના પાકની ખાસિયતો







સોયાબીન એ ટૂંકાગાળાનો રોકડીયો પાક હોઈ અન્ય ખેતીપાક કરતા આર્થિક રીતે વધુ ફાયદાકારક છે.

સોયાબીન એ ૮૫-૯૦ દિવસે પાકતો પાક છે તેમજ તે ઓછા અને અનિયમિત વરસાદમાં પણ થાય છે.

ટૂંકા ગાળાનો પાક હોવાથી મગફળી, દિવેલા, કપાસ વગેરે પાકોમાં આંતરપાક તરીકે લઈ શકાય છે.

 મગફળી કરતાં સોયાબીનનો પાક ઉગાડવો વધુ સહેલો છે. સોયાબીનનો પાક નિષ્ફળ જાય તો પણ તેના ઘાસનું સારૂં ખાતર થાય છે.

સોયાબીનનું તેલ વનસ્પતિ ઘી–સાબુ—વોર્નિશ ગુંદર ઉપરાંત પ્રિન્ટીંગ માટેની શાહી બનાવવામાં ઉપયોગી છે.

સોયાબીનમાંથી પ્રાપ્ત થતાં પદાર્થો રબર અને ટાયર જેવી ચીજો બનાવવામાં ઉપયોગી છે.

ખોરાકની સાથે સાથે એક ઉતમ પ્રકારનું ઔષધિય મહત્વ ધરાવે છે.
 સોયાબીન તેલ ઉપરાંત અનાજ અને કઠોળની જેમ અન્ય પૈાષ્ટિક ઘટકો ધરાવે છે.

સોયાબીનના વાવેતર હેઠળના વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ઉત્તરોતર વધારો નોંધાયેલ છે જે એક આવકારદાયક બાબત છે. સોયાબીનનું ઉત્પાદન ગુજરાત રાજય તેમજ દેશમાં આર્થિક સમૃદ્ધિ લાવી શકે તેમ છે.


0 comments