બીજ ખરીદો ત્યારે એસોર્ટ કરેલું શોર્ટેક્સ અને દવાનો પટ લગાડેલું હોય અને બે પાંચ રૂપિયા મોંઘુ હોય તો પણ પસંદ કરવું
સોયાબીનના બીજના રંગ પ્રમાણે વર્ગીકરણ મુજબ પીળા રંગના (આછો, સોનેરી, ગાઢો કથ્થાઈ) કાળા રંગના (નાના બીજ, મોટા બીજ, ચપટા બીજ) અને લીલા રંગના (પીળુ ભૃષ્ણ, લીલુ ભૃણ) એમ ત્રણ પ્રકારની જાતો જોવા મળે છે. સોયાબીનના આકાર અને કદ મુજબ માર્ટિને કરેલ વર્ગીકરણ પ્રમાણે લંબગોળાકાર બીજ, ચપટા બીજ અને ગોળાકાર બીજ એમ ત્રણ પ્રકારની જાતો જોવા મળે છે જયારે વૈજ્ઞાનિક હર્ટઝ એ સીંગોને આધારે સોયાબીનની ફૂલેલી સીંગો અને ચપટી સીંગો એમ બે પ્રકાર પાડેલ છે. સોયાબીનની જે જાતમાં પ્રોટીન વધુ હોય તેમાં તેલના ટકા ઓછા હોય છે. પીળા ચોકલેટ રંગના દાણા કરતા કાળા રંગના દાણામાં પ્રોટીન વધુ હોય છે અને તેલના ટકા ઓછા હોય છે.
આપણા રાજ્યમાં નીચે જણાવેલ સોયાબીનની જાતોનું વાવેતર થાય છે.
(૧) ગુજરાત સોયાબીન–૧
(૨) ગુજરાત સોયાબીન–૨
(૩) ઇગલ જે.એસ.-૩૩૫
(૪) જે.એસ. ૯૩–૦૫
(૫) પી.કે.-૪૭૨
(૬) ઇગલ એક્સેલન્ટ પ્લસ
(૭) ઈગલ - ૭૧
(૮) ઈગલ - ૮૧


.png)
0 comments