સોયાબીન કેવી રીતે ખાવા જોઈએ ?








રોટલીમાં ઉમેરવા માટે સોયાબીન અને ઘઉંનું પ્રમાણ (૯:૧) એકદમ બરાબર છે પરંતુ સોયાબીનમાં રહેલા અપોષક તત્વોને કારણે આખા સોયાબીનને ૧૦૦° સે. ઉપર ૩૦ મિનિટ ઉકાળી તેને તાપમાં સુકવી અને સુકાઈ જાય પછી તેને સપ્રમાણમાં ઘઉંમાં મેળવીને દળાવીને લોટ બનાવવો જોઈએ.
વિરોધી તત્વોની હાજરી પોષણ વિરોધી હોવાથી સોયાબીનને બરાબર ઉકાળી, સૂકવી અથવા તો સોયાબીનને ફણગાવી, સૂકવીને ખાવાથી તેનો નાશ થાય છે અને પૂરતા પ્રમાણમાં સોયાબીનમાં રહેલા પોષકતત્વો શરીર માટે ઉપલબ્ધ થઈ શકે છે.

દીર્ઘાયુ જીવન માટે :
જાપાનના લોકો અંદાજે ૫૦ થી ૮૦ ગ્રામ જેટલું સોયાબીન દૈનિક આહારમાં લે છે. જાપાનીઓ બીજા દેશોના લોકો કરતાં વધુ દીર્ઘજીવી છે તેનું પણ આ એક કારણ હોઈ શકે. આ બાબત તેની પોષક ગુણવત્તા સાબિત કરે છે.

0 comments