સોયાબીન પ્રોટીનનો વધુ સારો સ્ત્રોત







અનાજ અને કઠોળની વિવિધ જાતો પૈકી સોયાબીન ૪૦% જેટલું પ્રોટીન ધરાવે છે જે અન્ય કઠોળમાં ૨૦ થી ૩૦% અને અનાજમાં ૮ થી ૧૫% જેટલું હોય છે. દૂધ સોયાબીન ૨૦% તેલ ધરાવે છે, જે મગફળી (૪૮% તેલ) પછી બીજા ક્રમે છે એટલે સોયાબીનની તૈલીપાક તરીકે ગણના થાય છે. સોયાબીનમાં પ્રોટીન અને તેલ ઉપરાંત ૩૫% કાર્બોહાઈડ્રેટ ધરાવે છે જેના લીધે ખોરાકમાં રેસાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. આ ઉપરાંત સોયાબીનમાં અન્ય કિંમતી પદાર્થો જેવા કે ફોસ્ફોલિપિડ, વિટામિન (એ, ઈ, કે અને કેટલાક બી) ખનીજ તત્વો (પોટાશ, લોહ, જસત, ફોસ્ફરસ) અને આઈસોફલેવોન જેવા ફાયટોકેમિકલ રહેલા છે.

0 comments