સોયાબીન મોટા ભાગે બધા લાગઠ વાવણી કરવાની વાત કરે છે , તે વાવેતર પદ્ધતિ ખોટી નથી એમાં બીજ થોડું વધુ જોઈએ છે , જો તમારી જમીન નબળી અને છીછરી હોય તો લાગઠ વાવેતર કરવાંમાં વાંધો પણ નથી .
સોયાબીન સારું ઉત્પાદન લેવું હોય તો વાવેતર પદ્ધતિ બદલવી પડે એટલે કે છોડ થી છોડની હરીફાઈ ઓછી કરી વધુ પોષણ અને સૂક્ષ્મ તતવો આપીને મહારાષ્ટ્રના ખેડૂતો એકરે 25 કવીન્ટલ એટલે કે આપણા વીઘે 25 થી 50 મણ સોયાબીન પકવે છે તો આપણે કેમ પાછળ રહીયે ?
આ પદ્ધતિમાં સોયાબીનનું બિયારણ એકરદીઠ 20 કિલો જોઈએ એટલે કે વીઘે 8 કિલો બિયારણ વાવવું જોઈએ. વાવણી હાર થી હાર 18 ઇંચ કે 24 ઈંચે છોડ થી છોડ 6 થી 9 ઈંચે કરવી જોઈએ . દરેક થાણે 2 બીજ મુકવા જોઈએ જો તમારે ઈચ્છા હોય કે વધુ ઉત્પાદન લેવું છે તો છોડ ની પારવણી ઉપરના અંતરે કરવી જોઈએ તો છોડથી છોડની પોષણની હરીફાઈ ઘટવાથી છોડ દીઠ 3 દાણા વાળી સિંગની સંખ્યા વધશે.આમાટે બિયારણ ની પસંદગી પણ સારી કરવી જોઈએ .
સોયાબીનનું વધુ ઉત્પાદન લેવા માટે બીજનું મહત્વ ખુબ છે, સારા વિગર વાળું અને જીનેટીકલ ગુણધર્મ અને શક્યતા ધરાવતું બીજ જોઈએ. સોયાબીનના બીજની એક ખાસિયત છે બીજનું પડ ખુબ જ નાજુક હોવાથી તેને નુકશાન થાય તો ઉગાવો સારો મળતો નથી, બિયારણની ગુણીને વધુ વાર જમીન પર પટકાવી હોય તો પણ બીજ ડેમેજ થઇ જાય છે તેટલું નાજુક છે સોયાબીનનું બીજ .
સોયાબીનનું બિયારણ એકરદીઠ ૨૦ કિલો જોઈએ એટલે કે વીઘે ૮ કિલો બિયારણ વાવવું જોઈએ. વાવણી હાર થી હાર ૧૮ ઇંચ કે ૨૪ ઈંચે છોડ થી છોડ ૬ થી ૯ ઈંચે કરવી જોઈએ . દરેક થાણે ૨ બીજ મુકવા જોઈએ જો તમારે ઈચ્છા હોય કે વધુ ઉત્પાદન લેવું છે તો છોડ ની પારવણી ઉપરના અંતરે કરવી જોઈએ તો છોડથી છોડની પોષણની હરીફાઈ ઘટવાથી છોડ દીઠ ૩ દાણા વાળી સિંગની સંખ્યા વધશે.તમે લીધેલા બીજને ફુગનાશક નો પેટ આપવો જરૂરી છે
જુલાઈ પહેલા વીક પહેલા સોયાબીન ઉગાડો મોડુ વાવેતર કરશો તો સોયાબીનમાં ઉત્પાદન નહીં મળે
વાવણી બહુ ઊડી નહીં લાઈનથી લાઈન 45 સેમી છોડતી છોડ છ ઇંચ થી નવ ઇંચ રાખો હરીફાઈ ઓછી થશે 30 40 kg હવે નહીં 18 ઇંચ થી 24 ઇંચ છ ઇંચ થી નવ ઇંચ બે બે બીજ નાખવા ટ્રેક્ટર માઉન્ટેડ હોય તો 20 કિલો થી વધુ બીજ નાખવું તેનાથી વધુ નહીં .
સામાન્ય જાતોમાં વધુ બીજ અને લાગઠ વાવેતર કરતા હોય છે
સોયાબીન હોય કે કપાસ કે મરચી બધા માટે ખુબ અગત્યની વાત હોય તો તે છે ઉપજાવ- ફળદ્રુપ અને ઉપજ આપે તેવી જમીન, આજે આપણે આપણા બાપ-દાદા એ આપેલી જમીન અને પાણી બંનેને બગાડી નાખ્યા છે તે ફરી સુધારવા પડશે.
સોયાબીનનું બિયારણ એકરદીઠ ૨૦ કિલો જોઈએ એટલે કે વીઘે ૮ કિલો બિયારણ વાવવું જોઈએ. વાવણી હાર થી હાર ૧૮ ઇંચ કે ૨૪ ઈંચે છોડ થી છોડ ૬ થી ૯ ઈંચે કરવી જોઈએ . દરેક થાણે ૨ બીજ મુકવા જોઈએ જો તમારે ઈચ્છા હોય કે વધુ ઉત્પાદન લેવું છે તો છોડ ની પારવણી આ અંતરે કરવી જોઈએ તો છોડથી છોડની પોષણની હરીફાઈ ઘટવાથી છોડ દીઠ ૩ દાણા વાળી સિંગની સંખ્યા વધશે.