ખેડૂતભાઈઓ,
ખેતી પાકોમાં સોયાબીનની ખેતી આપણા વિસ્તારમાં સારી થાય છે. કઠોળ વર્ગનો પ્રોટીન થી ભરપૂર સોયાબીનનો પાકના બાઝાર ભાવ પણ સારા રહે છે. જસદણના પ્રગતિશીલ ખેડૂત સ્વ. રૂડાભાઈ નાગજીભાઈ પટેલ દ્વારા સોયાબીનની ખેતી માટે સૌરાષ્ટ્રમાં સારા પ્રયાસો થયા હતા. તેમણે સોયાબીનના આપણા વિસ્તારના ખેડૂતો કરે તેવો પ્રયાસ કર્યો હતો પોતે જાતે સોયાબીનની ખેતી કરી લોકોને સોયાબીનનું પોષણ મુલ્ય સમજાવ્યું હતું. સોયાબીનમાં પ્રોટીન ભરપુર છે તદ્ઉપરાંત ૧૮ થી ૨૦% તેલ રહેલું છે. સ્વ. રૂડાભાઈ માટે સૌરાષ્ટ્ર ઋણી રહેશે. સોયાબીનને નીતરવાળી જમીન માફક આવે છે, ભેજ જાળવી શકે પણ રેચક ન હોય તેવી જમીનમાં તમે સોયાબીન વાવ્યું હોય તો તમે વીઘે ૨0 થી ૫૦ મણ સોયાબીન પકવી શકો ..જો તમારી જમીનનો પીએચ ૬ થી ૭.૫નો હોય તો તમારી જમીનમાં સોયાબીન સારું પાકશે પરંતુ જો ખારાશ વાળી કે રેતાળ જમીન હોય તો તમે સોયાબીનનું ઉત્પાદન વીઘે ૨0 થી ૫૦ મણ કરવું મુશ્કેલ બની શકે.

.png)
0 comments