સોયાબીનમાં રાસાયાણક ખાતર કેટલું આપવું ?







સોયાબીન એ જમીનમાંથી નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને કેલ્શિયમ પોષક તત્વો વધુ પ્રમાણમાં ચૂસે છે જેનો આધાર જમીનનો પ્રકાર અને ફળદ્રુપતા ઉપર રહેલ છે. હેકટરે ૨૫૦૦ કિ.ગ્રા. પાક ઉત્પાદન આપતો સોયાબીનનો પાક હેકટરે ૧૯૫ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૪૫ કિ.ગ્રા. ફોસ્ફરસ, ૧૨૦ કિ.ગ્રા, પોટાશ અને ૧૫ કિ.ગ્રા. સલ્ફરનો ઉપાડ કરે છે. આ બાબત ધ્યાને લઈ જમીનનું પૃથક્કરણ કરાવ્યા બાદ તેના રિપોર્ટને આધારે સેન્દ્રિય તેમજ રાસાયિણક ખાતરો આપવા વધુ હિતાવહ છે.

સોયાબીન પાકને હેકટરે કિલો ૩૦ નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસ તત્વના રૂપમાં પાયાના ખાતર તરીકે વાવણી પહેલાં જમીનમાં વાવણીના અંતરે ચાસમાં ઓરીને આપવા.

આ કઠોળ વર્ગનો પાક હોવાથી તે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા કે વધારવામાં સારો એવો ભાગ ભજવે છે. તલ જમીનમાંથી ૨૫ કિ.ગ્રા. જેટલું નાઈટ્રોજન ખાતર ચૂસીને પાકે છે જયારે સોયાબીન ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજન ખાતર જમીનને આપીને પાકે છે. આમ સોયાબીન પછી ઘઉંનો પાક લેવાથી ૨૫ ટકા વધુ ઉત્પાદન મળે છે.

જો પાકમાં ઝિંકની ઉણપ જોવા મળે તો જમીનમાં દર ૨ થી ૩ વર્ષે હેકટરદીઠ ૫૦ કિ.ગ્રા. ઝિંક સલ્ફેટ ઉમેરવું જોઈએ અથવા તો પાકની વાવણી બાદ ૪૫ થી ૫૦ દિવસે ૦.૫ ટકા ઝિંક સલ્ફેટના દ્રાવણનો છંટકાવ કરવો.

આ થઇ યુનિવર્સીટીની ભલામણ પરંતુ નવી પદ્ધતિમાં શું કરવું તે હવે પછી ની પોસ્ટ માં જાણો 

0 comments