સોયાબીન મોટા ભાગે બધા લાગઠ વાવણી કરવાની વાત કરે છે , તે વાવેતર પદ્ધતિ ખોટી નથી એમાં બીજ થોડું વધુ જોઈએ છે , જો તમારી જમીન નબળી અને છીછરી હોય તો લાગઠ વાવેતર કરવાંમાં વાંધો પણ નથી .
સોયાબીન સારું ઉત્પાદન લેવું હોય તો વાવેતર પદ્ધતિ બદલવી પડે એટલે કે છોડ થી છોડની હરીફાઈ ઓછી કરી વધુ પોષણ અને સૂક્ષ્મ તતવો આપીને મહારાષ્ટ્રના ખેડૂતો એકરે 25 કવીન્ટલ એટલે કે આપણા વીઘે 25 થી 50 મણ સોયાબીન પકવે છે તો આપણે કેમ પાછળ રહીયે ?
આ પદ્ધતિમાં સોયાબીનનું બિયારણ એકરદીઠ 20 કિલો જોઈએ એટલે કે વીઘે 8 કિલો બિયારણ વાવવું જોઈએ. વાવણી હાર થી હાર 18 ઇંચ કે 24 ઈંચે છોડ થી છોડ 6 થી 9 ઈંચે કરવી જોઈએ . દરેક થાણે 2 બીજ મુકવા જોઈએ જો તમારે ઈચ્છા હોય કે વધુ ઉત્પાદન લેવું છે તો છોડ ની પારવણી ઉપરના અંતરે કરવી જોઈએ તો છોડથી છોડની પોષણની હરીફાઈ ઘટવાથી છોડ દીઠ 3 દાણા વાળી સિંગની સંખ્યા વધશે.આમાટે બિયારણ ની પસંદગી પણ સારી કરવી જોઈએ .
સોયાબીનનું વધુ ઉત્પાદન લેવા માટે બીજનું મહત્વ ખુબ છે, સારા વિગર વાળું અને જીનેટીકલ ગુણધર્મ અને શક્યતા ધરાવતું બીજ જોઈએ. સોયાબીનના બીજની એક ખાસિયત છે બીજનું પડ ખુબ જ નાજુક હોવાથી તેને નુકશાન થાય તો ઉગાવો સારો મળતો નથી, બિયારણની ગુણીને વધુ વાર જમીન પર પટકાવી હોય તો પણ બીજ ડેમેજ થઇ જાય છે તેટલું નાજુક છે સોયાબીનનું બીજ .
સોયાબીનનું બિયારણ એકરદીઠ ૨૦ કિલો જોઈએ એટલે કે વીઘે ૮ કિલો બિયારણ વાવવું જોઈએ. વાવણી હાર થી હાર ૧૮ ઇંચ કે ૨૪ ઈંચે છોડ થી છોડ ૬ થી ૯ ઈંચે કરવી જોઈએ . દરેક થાણે ૨ બીજ મુકવા જોઈએ જો તમારે ઈચ્છા હોય કે વધુ ઉત્પાદન લેવું છે તો છોડ ની પારવણી ઉપરના અંતરે કરવી જોઈએ તો છોડથી છોડની પોષણની હરીફાઈ ઘટવાથી છોડ દીઠ ૩ દાણા વાળી સિંગની સંખ્યા વધશે.તમે લીધેલા બીજને ફુગનાશક નો પેટ આપવો જરૂરી છે
સોયાબીનની નવી પદ્ધતિ માટે સારી નિતારવાળી જમીનમાં બે લાઈન વચ્ચે ૧૮ કે ૨૪ની જાળી રાખી વાવેતર કરી શકાય છે. બીજથી બીજ વચ્ચે હારમાં ૬ થી ૯ ઈંચે દરેક થાણે બે બીજ મુકવા જોઈએ.તો છોડ થી છોડ વચ્ચે હરીફાઈ ન થતા ફલ્લી વધુ લાગે છે ..નબળી જમીનમાં પરંપરાગત રીતે લાગઠ વાવેતર કરવું તેમાં બીજ દર વધુ લાગશે .ચોમાસામાં વાવણી લાયક વરસાદ થયે જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે વરાપે ૩ થી ૫ સે.મી.( દોઢ ઈંચ )થી વધારે ઉંડું બીજ ન પડે તેમ એસોર્ટેડ ઇગલ ૭૧ કે ૮૧ પટ આપેલું બીજ ખરીદી વાવણી કરો. અથવા પટ આપીને વાવણી કરો. વધુ ઉંડી વાવણી કરવાથી બીજ સહેલાઈથી ઉગી શકતા નથી. સોયાબીનની વાવણી વાવણી થયા પછીથી જુલાઈના પ્રથમ અઠવાડીયા સુધીમાં કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. મોડી વાવણી સામાન્ય ઉત્પાદન આપે છે. વાવણી વખતે જમીનનું તાપમાન 30 સે.ગ્રે .થી ઓછું હોય ત્યારે વાવેતર કરો. વધુ તાપમાનના અંકુરણ બળી જાય છે .
સોયાબીનનું વધુ ઉત્પાદન લેવા માટે બીજનું મહત્વ ખુબ છે, સારા વિગર વાળું અને
જીનેટીકલ ગુણધર્મ અને શક્યતા ધરાવતું બીજ જોઈએ. સોયાબીનના બીજની એક ખાસિયત છે
બીજનું પડ ખુબ જ નાજુક હોવાથી તેને નુકશાન થાય તો ઉગાવો સારો મળતો નથી,
બિયારણની ગુણીને વધુ વાર જમીન પર પટકાવી હોય તો પણ બીજ ડેમેજ થઇ જાય છે
તેટલું નાજુક છે સોયાબીનનું બીજ .
સોયાબીનનું બિયારણ એકરદીઠ ૨૦ કિલો જોઈએ એટલે કે વીઘે ૮ કિલો બિયારણ વાવવું
જોઈએ. વાવણી હાર થી હાર ૧૮ ઇંચ કે ૨૪ ઈંચે છોડ થી છોડ ૬ થી ૯ ઈંચે કરવી જોઈએ
. દરેક થાણે ૨ બીજ મુકવા જોઈએ જો તમારે ઈચ્છા હોય કે વધુ ઉત્પાદન લેવું છે તો
છોડ ની પારવણી ઉપરના અંતરે કરવી જોઈએ તો છોડથી છોડની પોષણની હરીફાઈ ઘટવાથી
છોડ દીઠ ૩ દાણા વાળી સિંગની સંખ્યા વધશે.
બિયારણ વાવણી વખતે જમીનનું તાપમાન ૩૦ સેન્ટીગ્રેડથી ઓછી હશે તો બીજનો ઉગાવો
ઓછો મળશે સોયાબીનને સેન્દ્રીય ખાતર, છાણીયું ખાતર જેટલું વધારે તેટલો સારો
પાક લઇ શકાશે.
આપણે ત્યાં સોયાબીનની વાવણી થઇ જાય પછી પારવણી એક અગત્યની પ્રક્રિયા છે તે કરી શકાય પરંતુ આવી નાની નાની ૨૦-૨૫ વાતો કરવા તૈયાર હોય તો વધુ ઉત્પાદન મળી શકે. વાવણી કરી દીધી અને ઉપજ લણવા જવું તેવું સોયાબીનમાં નહિ ચાલે.
ખેતી સુધારશે તો ખેતીમાં ઉત્પાદન વધશે, તમારી જમીન, તમારું પાણી, તમારી પાસે પિયતનું કયું સાધન છે તેના આધારે અને તમે નાના નાના કેટલા સુધારા કરો છો તેના આધારે સોયાબીનનું ઉત્પાદન ૨૫ થી ૫૦ મણ દરેક ખેડૂત ભલે ન મેળવી શકે પરંતુ ગયા વર્ષ કરતા દોઢું તો કરી શકાય ને ?