સોયાબીનનું વધુ ઉત્પાદન લેવા માટે બીજનું મહત્વ ખુબ છે, સારા વિગર વાળું અને જીનેટીકલ ગુણધર્મ અને શક્યતા ધરાવતું બીજ જોઈએ. સોયાબીનના બીજની એક ખાસિયત છે બીજનું પડ ખુબ જ નાજુક હોવાથી તેને નુકશાન થાય તો ઉગાવો સારો મળતો નથી, બિયારણની ગુણીને વધુ વાર જમીન પર પટકાવી હોય તો પણ બીજ ડેમેજ થઇ જાય છે તેટલું નાજુક છે સોયાબીનનું બીજ .
સોયાબીનનું બિયારણ એકરદીઠ ૨૦ કિલો જોઈએ એટલે કે વીઘે ૮ કિલો બિયારણ વાવવું જોઈએ. વાવણી હાર થી હાર ૧૮ ઇંચ કે ૨૪ ઈંચે છોડ થી છોડ ૬ થી ૯ ઈંચે કરવી જોઈએ . દરેક થાણે ૨ બીજ મુકવા જોઈએ જો તમારે ઈચ્છા હોય કે વધુ ઉત્પાદન લેવું છે તો છોડ ની પારવણી ઉપરના અંતરે કરવી જોઈએ તો છોડથી છોડની પોષણની હરીફાઈ ઘટવાથી છોડ દીઠ ૩ દાણા વાળી સિંગની સંખ્યા વધશે.તમે લીધેલા બીજને ફુગનાશક નો પેટ આપવો જરૂરી છે
.png)
0 comments