સોયાબીનની ફલી ત્રણ દાણા વળી કરવા શું કરવું ?


સોયાબીન મોટા ભાગે બધા લાગઠ વાવણી કરવાની વાત કરે છે , તે વાવેતર પદ્ધતિ  ખોટી નથી એમાં બીજ થોડું  વધુ જોઈએ છે , જો તમારી જમીન નબળી અને છીછરી હોય તો લાગઠ વાવેતર કરવાંમાં વાંધો પણ નથી .

સોયાબીન  સારું ઉત્પાદન લેવું હોય તો વાવેતર પદ્ધતિ બદલવી પડે એટલે કે છોડ થી છોડની હરીફાઈ ઓછી કરી વધુ પોષણ અને સૂક્ષ્મ તતવો  આપીને મહારાષ્ટ્રના ખેડૂતો  એકરે 25 કવીન્ટલ એટલે કે આપણા વીઘે  25  થી 50  મણ સોયાબીન  પકવે છે તો આપણે કેમ પાછળ રહીયે ? 

આ પદ્ધતિમાં સોયાબીનનું બિયારણ એકરદીઠ 20  કિલો જોઈએ એટલે કે વીઘે 8  કિલો બિયારણ વાવવું જોઈએ. વાવણી હાર થી હાર 18  ઇંચ કે 24  ઈંચે છોડ થી છોડ 6  થી 9  ઈંચે કરવી જોઈએ . દરેક થાણે 2  બીજ મુકવા જોઈએ જો તમારે ઈચ્છા હોય કે વધુ ઉત્પાદન લેવું છે તો છોડ ની પારવણી ઉપરના અંતરે કરવી જોઈએ તો છોડથી છોડની પોષણની હરીફાઈ ઘટવાથી છોડ દીઠ 3  દાણા વાળી સિંગની સંખ્યા વધશે.આમાટે બિયારણ ની પસંદગી પણ સારી કરવી જોઈએ .



0 comments